શ્રી કરદેજ કન્યાશાળામાં આપનું સ્વાગત છે...

          શ્રી કરદેજ કન્યાશાળા એ વિવિધ ઇનૉવેટીક પ્રવૃતિઓ દ્વારા સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં અદકેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

          બાળઘડતરને ટેક્નોલોજી અને સંસ્કારના સુભગ સમન્વય દ્વારા નવીનતમ ઉંચાઈએ પહોંચાડવા અમે સંપૂર્ણ સમર્પિત શિક્ષક સ્ટાફ ધરાવીએ છીએ. દીકરીઓના વિશિષ્ટ ઘડતર માટે વિશિષ્ટ પ્રયત્નો થકી શિક્ષણને રંગીન અને સંગીન બનાવવા અમે તત્પર છીએ. ગ્રામજનોએ સુવિધા ઉપલબ્ધ કરાવીને સહકાર દ્વારા રાષ્ટ્રનિર્માણનું રૂડું કામ અમને ગૌરવ અપાવતું રહ્યું છે.

અમારું બાલઘડતરનું ઉજળું સ્વપ્ન...

જિજ્ઞાસા જગાડવાનું અને સંતોષવાનું કુમળું કાર્ય એજ અમારું લક્ષ્ય.

વૈશ્વિક શિક્ષણ સાથે સંસ્કાર સિંચનનું ઉજળું કાર્ય એ અમારી વિશેષતા.

આંખોમાં સપનાઓ આંજવાનું અને હૈયામાં જોશ પૂરવાનું પરમ કર્તવ્ય.

આજ નો જન્મદિવસ(if available)

હેમાક્ષી રાજુભાઈ હાવલીયા

2006-05-31
ધોરણ:- 8A

સાનિયા સલીમભાઈ મકવાણા

2007-05-31
ધોરણ:- 8A

123

મુલાકાતીઓ

15-09-1983

સ્થાપના

જિજ્ઞાસુ દીકરીઓ

24140503102

શાળા ડાયસકોડ

ઇનોવેટિવ કોર્નેર

અમારી વિશિષ્ટતાના પુરાવા સમાન વિશિષ્ટ પ્રવૃત્તિઓ

ઓનલાઇન ટેસ્ટ

વોટ્સઅપમાં લીંકશેરિંગ થકી ઘર બેઠા દીકરીઓ આપે છે ઓનલાઈન ટેસ્ટ.

વોટ્સઅપ ગ્રુપ

વાલીઓ અને ઢીંગલીઓ સાથે વોટ્સઅપ ગ્રુપ દ્વારા નિરંતર વાર્તાલાપ.

ડિજિટલ ટેસ્ટ

દીકરીઓ દ્વારા નિર્મિત કમ્પ્યુટરાઈઝ્ડ ડિજિટલ ટેસ્ટ દ્વારા મૂલ્યાંકન.

અધતન લાઇબ્રરી

શાળામાં અધતન લાઇબ્રરી છે અને 1200 થી પણ વધારે બુક છે.

ઓનલાઇન રીઝલ્ટ

બોર્ડનાં પરિણામની માફક કલરફુલ ફોટા સાથેનું ઓનલાઈન રિઝલ્ટ.

SMS દ્વારા વાલીસંપર્ક

ગેરહાજરી,જન્મદિવસ અને ગૃહકાર્ય વાલીનાં મોબાઈલમાં મેસેજથી જાણ.

અમારો શિક્ષક ગણ

અશોકભાઈ મોરી

આચાર્ય

રોહિતકુમાર ચૌહાણ

શિક્ષક

પ્રતિભાવનો પુંજ

અલ્પેશ ડાભી (ચોગઠ)

શ્રી કરદેજ કન્યાશાળા અને રોહિતભાઈ ચૌહાણ ના દીકરીઓના ડીજીટલ ઘડતરના આ પ્રયાસને લાખ લાખ અભિનંદન. શ્રી કરદેજ કન્યાશાળાના ખુબ જ અદભુત અને સરાહનીય કામગીરી માટે સમસ્ત કરદેજને ગૌરવ છે. આવા અવર્ણવીય અને અદ્રિતીય કામ કરવા બદલ શાળાને ખુબ ખુબ શુભેચ્છાઓ.

જીતેશ રાવલ (કરદેજ)

કદાચ સમગ્ર ગુજરાતમાં એડવાન્સ ટેકનોલોજીના ઉપયોગથી આવું શિક્ષણ કાર્ય કરદેજ કન્યાશાળામાં પ્રથમ હશે. કમ્પુટર અને અંગ્રેજીમાં દીકરીઓ અનુપમ અને અદ્રિતીય છે એ શાળા ની સિધ્ધી છે. વિશિષ્ઠ અને નવીન કાર્ય કરવા બદલ રોહિતભાઈ ચૌહાણ અને શાળા પરિવારને અભિનંદન.

હરદેવ ગઢવી (નવાગામ પ્રા.શાળા)

સરકારી પ્રાથમિક શાળામાં આ પ્રકારનું કાર્ય સમગ્ર ગુજરાતના શિક્ષણજગત માટે દીવાદાંડી છે -શ્રી કરદેજ કન્યાશાળાને ટીમ વર્કને આપીએ એટલા અભિનંદન ઓછા પડે એમ છે.ડીજીટલ ટેકનોલોજીનો ઉપયોગ સાર્થક કર્યો એ વિશેષ ગર્વની વાત છે. આવા નવીનતમ કર્યો કર્યો કરતા રહો એવી શુભકામનાઓ.

સમીર મીઠાણી (સૂરત)

આવું ઉમદા અને નવીન કાર્ય સૌને પ્રેરણા પૂરી પાડશે. સરકારી પ્રાથમીક શાળામાં આ પ્રકારનું કાર્ય જોઈને ખુબ જ સુખદ આશ્ચર્ય થાય છે- ડેવલપર અને સમગ્ર ટીમને આભિનંદન. આવું પોર્ટલ અમને પણ બનાવી આપશો એવી ઈચ્છા સાથે શાળાપરીવાર ,ટીમ કરદેજને અને ડેવલપરને અભિનંદન.

ઘનશ્યામભાઈ (સૂરત)

અદ્ભૂત..વિશિષ્ઠ..અદ્વિતીય.. ડિજિટલ સ્કૂલ બનાવવા રોહિતભાઈ ચૌહાણનો આ નવતર અને સફળ પ્રયોગ શિક્ષણ અને શિક્ષક સમાજ માટે દીવાદાંડી બની રહેશે.ગુજરાતમાં આવું સૌપ્રથમ ઇનોવેશન ખરેખર અમારા સૌ માટે પ્રેરક છે.શાળા અને બાળકોના રોલમેડેલ એવા શ્રી રોહિતભાઈ ચૌહાણને અભિનંદન.

પ્રવૃત્તિ ઝરમર

શેરી પુસ્તકાલય

Posted by: રોહિતકુમાર ચૌહાણ

શ્રી કરદેજ કન્યાશાળામાં શિક્ષણની સાથોસાથ કરદેજ ગામમાં સેવા અને સદ્દભાવનાની ખેતી કરવાના ઉમદા આશયથી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ અમારો ઉજાસ અને ઉલ્લાસ બની રહી છે.જેમા શેરી પુસ્તકાલયમાં શાળાની ઉત્સાહી અને જિજ્ઞાસુ દીકરીઓ શાળાના પુસ્તકાલયમાંથી વાલીઓ અને વડીલોને વાંચવાલાયક પુસ્તકો વિસ્તાર અને ગ્રુપવાઇઝ રજીસ્ટર નિભાવીને પુસ્તક વાંચવા આપે અને પરત લઈને વડીલોના આશીર્વાદ લે છે અને જ્ઞાનને ખુલ્લું મૂકે છે.

સ્પર્ધાત્મક પરીક્ષા ફ્રી માર્ગદર્શન સેમિનાર

Posted by: રોહિતકુમાર ચૌહાણ

શ્રી કરદેજ કન્યાશાળામાં હાલમાં જ એક સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો ફ્રી માર્ગદર્શન સેમિનાર આયોજિત કરવામાં આવ્યો જેમાં સમગ્ર ભાવનગર જિલ્લામાંથી ભાઈ બહેનોએ ભાગ લઈને આ સેમિનારને સફળ બનાવવામાં આવ્યો.અને ગામના તમામ સરકારી નોકરિયાતોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને પરીવાર સન્માનિત કરીને એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી આજે આ સમગ્ર કાર્યક્રમનું ખર્ચ અને સંચાલન,આયોજન રોહિતભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યો એ વિશેષ ગૌરવ પ્રેરણાનું ઝરણું બની રહ્યું.

ઓનલાઇન ફોર્મ મદદ

કરદેજ ગામના ભાઈબહેનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ ફોર્મસ,કોલ લેટર,હોલ ટિકિટ અને શાળા કોલેજના એડમિશન ફોર્મ વગેરે શાળામાં જ શાળાસમય બાદ અને જાહેર રજાના દિવસે શનિ-રવિવારે વિનામૂલ્યે રોહિતભાઈ અને એની ટિમ દ્વારા ભરી આપવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવે છે જે ગુજરાત આખામાં પ્રખ્યાત છે.

શ્રી કરદેજ કન્યાશાળા

શ્રી કરદેજ કન્યાશાળાએ વૈવિધ્યસભર નવીન પ્રયોગો અને ઉત્કૃષ્ટ અંગ્રેજી ભાષાશિક્ષણ દ્વારા ગુજરાતના શિક્ષણ વિશ્વમાં એક અનન્ય,પ્રખ્યાત અને સન્માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. દીકરીઓના ઉત્કૃષ્ટ ઘડતરની સાથે બાળપણની ધીંગામસ્તી અને કલરવ શાશ્વત સજીવન રહે એ માટે અમે પૂર્ણ કટીબદ્ધ છીએ. ડીજીટલ શિક્ષણને અમે નવી ઊંચાઈ આપી છે એ અમારી યશકલગી બની રહી રહી છે.

સંપર્કની માહિતી

©   Shri kardej kanyashala. All rights reserved | Powered by : Kalpesh Yadav , Devang Dhanvaniya