શેરી પુસ્તકાલય
Posted by: રોહિતકુમાર ચૌહાણ
શ્રી કરદેજ કન્યાશાળામાં શિક્ષણની સાથોસાથ કરદેજ ગામમાં સેવા અને સદ્દભાવનાની ખેતી કરવાના ઉમદા આશયથી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ અમારો ઉજાસ અને ઉલ્લાસ બની રહી છે.જેમા શેરી પુસ્તકાલયમાં શાળાની ઉત્સાહી અને જિજ્ઞાસુ દીકરીઓ શાળાના પુસ્તકાલયમાંથી વાલીઓ અને વડીલોને વાંચવાલાયક પુસ્તકો વિસ્તાર અને ગ્રુપવાઇઝ રજીસ્ટર નિભાવીને પુસ્તક વાંચવા આપે અને પરત લઈને વડીલોના આશીર્વાદ લે છે અને જ્ઞાનને ખુલ્લું મૂકે છે.